લંડનઃ ઈંગ્લેન્ડમાં ગત ૨૦૧૫માં દરરોજના સરેરાશ ૮૨૨ સાથે કેન્સરના વિક્રમજનક નવા ૨૯૯,૯૨૩ કેસ નોંધાયા હતા. એક જ વર્ષમાં આ સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું ઓફિસ ફોર નેશલન સ્ટેટિસ્ટિક્સ દ્વારા જણાવાયું હતું. તેમાં અડધાથી વધુ કેસ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, ફેફ્સા અને આંતરડાના કેન્સરના હતા.
કુલ કેન્સર કેસ પૈકી સૌથી વધુ ૧૫.૪ ટકા કેસમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. આ કેન્સર કેસીસમાં પુરુષોના ૫૧ ટકા એટલે કે ૧૫૩,૦૬૧ અને મહિલાના ૧૪૬,૮૬૨ કેસ નોંધાયા હતા. ઈંગ્લેન્ડમાં ૨૦૧૪માં કેન્સરના ૨૯૬,૮૬૩ નવા કેસ હતા જે ૨૦૧૩ કરતાં ૪,૧૮૩ વધુ હતા.