લંડનઃ વર્ષ 2024 રાજવી પરિવાર માટે અત્યંત આકરૂં રહ્યું. કિંગ ચાર્લ્સ અને પુત્રવધૂ પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનને આ વર્ષમાં કેન્સરના ગંભીર રોગના નિદાનનો સામનો કરવો પડ્યો પરંતુ રાજવી પરિવારના આ બંને મોભીએ ગંભીર બીમારીનો પણ હિંમતભેર સામનો કરીને રાજવી ફરજો અદા કરવાનું શરૂ પણ કરી દીધું. કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ કેટે ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને એક ઉમદા ઉદાહરણ આપી પૂરવાર કરી દીધું છે કે છેલ્લા શ્વાસ સુધી લડી જીવનને માણવું જોઇએ.