લંડનઃ લેબર પાર્ટીના સૌથી મોટા દાતાઓ પૈકીના એક લોર્ડ અલીએ રજિસ્ટર ઓફ ઇન્ટરેસ્ટમાં ચાર વાર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. હાઉસ ઓફ લોર્ડ્સના સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટિગેશનના કમિશ્નરે લોર્ડ અલીને આ અંગે લેખિતમાં માફી માગવાની ભલામણ કરી હતી. કમિશ્નરે જણાવ્યું હતું કે, મેં લોર્ડ અલી દ્વારા ચાર વાર ઉલ્લંઘન કરાયું હોવાનું શોધી કાઢ્યું છે. તેથી લોર્ડ અલીએ લેખિતમાં માફી માગવી જોઇએ. હું આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે હંમેશા કોડ ઓફ કન્ડક્ટનું પાલન થાય તેનું ધ્યાન રાખીશ.
લોર્ડ અલીએ બે સંસ્થામાં તેમના હિતો અંગે જાણ જ કરી નહોતી અને એક સંસ્થામાં તેમના હિતો અંગે વિલંબથી જાણ કરી હતી.