લંડનઃ કોવેન્ટ્રી ખાતેના ટેક અવે બિઝનેસ બાલ્ટી હટના ભોજનમાંથી ધાતુના ટુકડા મળી આવતાં ટેક અવે બિઝનેસના માલિક આઝાદ મિંયાને કોવેન્ટ્રી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે આરોપ માટે દોષી ઠેરવી 4,049.41 પાઉન્ડનો દંડ કરાયો છે. ભોજનમાંથી ધાતુના ટુકડા મળ્યા બાદ ગ્રાહકે કરેલી ફરિયાદના આધારે ટેક અવે બિઝનેસનું ઓચિંતુ ચેકિંગ કરાયું હતું જેમાં ગ્રાહકના આરોપ પૂરવાર થયાં હતાં.