લંડનઃ ક્રિમિનલ રેકોર્ડ સંતાડવા માટે વેસ્ટ લંડનના ડોક્ટર સચિન મનોરાજને 12 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયાં છે. જનરલ મેડિકલ કાઉન્સિલે જણાવ્યું હતું કે, ડોક્ટર સચિન મનોરાજે અપ્રમાણિક કૃત્યો દ્વારા વ્યવસાયમાં જાહેર વિશ્વાસને અપમાનિત કર્યો હતો. જોકે તેમને મેડિકલ રજિસ્ટર પરથી દૂર કરાયા નથી.
ડો. મનોરાજને બેકાળજીથી ડ્રાઇવિંગ કરવા અને ભયજનક ડ્રાઇવિંગ માટે એમ બે વાર દોષી ઠેરવાયા હતા. જોકે તેમણે જણાવ્યું હતું કે, મારે મને દોષી ઠેરવાવા અંગેની માહિતી આપવી પડે તે અંગે હું અજાણ હતો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તપાસ કરીને દોષી ઠેરવાયા અંગેની માહિતી ડો. મનોરાજે કાઉન્સિલ અને તેમની પૂર્વ યુનિવર્સિટીને આપી નહોતી. તેથી જનતા આશા રાખે કે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. તેથી તેમને 12 મહિના માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.