લંડનઃ ઇંગ્લેન્ડમાં એનએચએસની હોસ્પિટલો લોહીની અછતનો લાંબા સમયથી સામનો કરી રહી છે ત્યારે એનએચએસ દ્વારા આગામી ક્રિસમસના તહેવારની સીઝનમાં લોહીની ભેટ આપવા લોકોને અપીલ કરતા વિન્ટર કેમ્પેનનો પ્રારંભ કરાયો છે. આ માટે રક્તદાતાઓને તેમની એપોઇન્ટમેન્ટ નોંધાવી દેવાની અપીલ કરાઇ છે.
એનએચએસે જણાવ્યું હતું કે, અમારે સૌથી વધુ જરૂર ઓ નેગેટિવ અને બી નેગેટિવ ગ્રુપના લોહીની છે. અશ્વેત લોકોએ પણ રક્તદાન માટે આગળ આવવું જોઇએ. તમામ ટાઉન અને સિટી સેન્ટર ડોનર સેન્ટરો ખાતે રક્તદાન માટે એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ છે. ક્રિસમસનો સમય હોસ્પિટલો માટે અત્યંત વ્યસ્ત રહે છે.
2023ના ક્રિસમસ વીકમાં ઓ નેગેટિવ ગ્રુપના લોહીની સૌથી વધુ માગ રહી હતી. ઇમર્જન્સીમાં સૌથી વધુ ઉપયોગ આ ગ્રુપના લોહીનો થાય છે.