લંડનઃ ટીકાકારો ઘણીવાર એમ કહેતા આવ્યા છે કે રાજવી પરિવાર ભૂતકાળમાં જકડાયેલો છે. આ ટીકાને વધુ મજબૂત બનાવે તેવા અહેવાલ પ્રમાણે ક્વીન કેમિલા હજુ અત્યાધુનિક સ્માર્ટ ફોનના સ્થાને નોકિયાનો જરીપુરાણો ફોન વાપરી રહ્યાં છે.
રાષ્ટ્રીય સુરક્ષાના કારણે રાજવી પરિવારના સભ્યો કેવા પ્રકારના મોબાઇલ ફોન વાપરે છે તે જાહેર કરાતું નથી પરંતુ ક્વીનના પુત્ર ટોમ પાર્કર બોવેલ્સે તાજેતરમાં જણાવ્યું હતું કે, મારી માતા હજુ જરીપુરાણો નોકિયાનો ફોન જ વાપરે છે. તેના કારણે પરિવારના વોટ્સએપ ગ્રુપમાં મૂકાતા અગત્યના મેસેજ તેઓ ચૂકી જાય છે.
નોકિયાનો જૂનો ફોન તેમાં સામેલ ઓછી ટેકનોલોજી અને પથ્થર જેવો હોવાના કારણે બ્રિક તરીકે જાણીતો હતો.