લંડનઃ પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર અને સાંસદ શૈલેષ વારાએ હાઉસ ઓફ કોમન્સમાં હોરાઇઝન સ્કેન્ડલ પીડિત સબ પોસ્ટમાસ્ટરોનો મુદ્દો ઉઠાવતાં તેમની સામે ખટલાની કાર્યવાહી કરનારા પોસ્ટ ઓફિસના વકીલોને જવાબદાર ઠેરવવાની માગ કરી હતી. વારાએ જણાવ્યું હતું કે, હાલમાં ઇન્કવાયરી ચાલી રહી છે પરંતુ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સબ પોસ્ટમાસ્ટરો સામે વિરોધાભાસી પુરાવા હોવા છતાં તેમની સામે ખટલાની કાર્યવાહી કરનારા પોસ્ટ ઓફિસના વકીલોને જવાબદાર ઠેરવવા શું પગલાં લઇ રહ્યો છે.
વારાએ જણાવ્યું હતું કે, જે રીતે સબ પોસ્ટમાસ્ટરો સામે કાર્યવાહી કરાઇ તે વિચલિત કરનારી છે. તે માટે જવાબદાર તમામ સામે કાર્યવાહી થવી જોઇએ.