લંડનઃ યુકેમાં ચૂંટાઇ આવેલા 6 અપક્ષ ઉમેદવારોમાં ભારતીય મૂળના બે સાંસદોનો સમાવેશ થાય છે. તેમાં પણ વિશેષતા એ છે કે આ તમામ અપક્ષ ઉમેદવાર ગાઝા અને પેલેસ્ટાઇનનું સમર્થન કરીને ચૂંટણીમાં વિજેતા બન્યાં છે. તેમના આ વિજયના કારણે ઇંગ્લેન્ડમાં સાંપ્રદાયિક રાજનીતિનો ઉદય થવાનો ભય સેવાઇ રહ્યો છે. ચૂંટાયેલા તમામ અપક્ષ ઉમેદવારો મુસ્લિમ મતોના સમર્થનના કારમે વિજેતા બન્યાં છે. તેમના વિજયમાં 24 એક્ટિવિસ્ટ ગ્રુપોએ મહત્વની ભુમિકા ભજવી છે જેમણે મુસ્લિમોને લેબર તેમજ કન્ઝર્વેટિવને મત ન આપવાની હાકલ કરી હતી. અપક્ષ ચૂંટાઇ આવેલા ભારતીય મૂળના ઉમેદવારોમાં ઇકબાલ મોહમ્મદ અને શૌકત આદમ પટેલનો સમાવેશ થાય છે.