લંડનઃ બ્રેન્ટ અને હેરોમાં અડધો ડઝન જેટલાં ટેક અવે, રેસ્ટોરન્ટ અને વેપ બારને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખવા માટે 40,000થી 1,20,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રેન્ટના એક બિઝનેસ અને હેરોના પાંચ બિઝનેસ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇલલીગલ વર્કિંગ કાયદાઓ ન કેવળ યુકેમાં ગેરકાયદેસર રહેતા લોકો પર પરંતુ અસાયલમની અરજી કરનારા જેવા લોકો પર પણ લાગુ થાય છે. તેઓ યુકેમાં વસવાટ તો કરી શકે છે પરંતુ નોકરી કરી શકતા નથી.
ક્યાં કોને કેટલો દંડ ફટકારાયો
બ્રેન્ટ – એમસએકે મિની માર્કેટ લિ. – 40,000 પાઉન્ડ
હેરો – ચીકન લેન્ડ, એજવેર – 1,20,000 પાઉન્ડ
હેરો – એચઆર સુપર સ્ટોર, વીલ્ડસ્ટોન – 40,000 પાઉન્ડ
હેરો – એજે મોબાઇલ એન્ડ વેપ લિ. – 40,000 પાઉન્ડ
હેરો – બીનોવા રેસ્ટોરન્ટ એન્ડ બાર – 50,000 પાઉન્ડ