લંડનઃ કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન ઘટાડવાના પ્રયાસો અંતર્ગત યુકેની સરકાર ગેરકાયદેસર કામદારોને નોકરી આપતા અટકાવવા બિઝનેસો સામે આકરાં પગલાં લઇ રહી છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીયોની માલિકીના બિઝનેસોનો પણ સમાવેશ થાય છે. 10 કરતાં વધુ ભારતીય માલિકીના બિઝનેસોને ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટોનો સમાવેશ થાય છે. ડિવોનમાં આવેલા રાજપૂત રેસ્ટોરન્ટને 80,000 પાઉન્ડ જેટલો આકરો દંડ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર કામદારો રાખનારા બિઝનેસને પ્રથમ અપરાધ માટે 45,000 પાઉન્ડ અને ત્યારબાદના અપરાધ માટે 60,000 પાઉન્ડનો દંડ કરવાની જોગવાઇ છે.
2024માં જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળામાં ભારતીય બિઝનેસોને કુલ 2,65,000 પાઉન્ડનો દંડ કરાયો હતો. 2023માં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 1500 કરતાં વધુ ભારતીય ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ્યાં હતાં અને રાજ્યાશ્રયની માગ કરી હતી.
કયા ભારતીય બિઝનેસને કેટલો દંડ
રાજપૂત રેસ્ટોરન્ટ, ડિવોન – 80,000 પાઉન્ડ
આકાશ તંદુરી, એસેક્સ – 40,000 પાઉન્ડ
સુનુસ કિચન, એસેક્સ – 20,000 પાઉન્ડ
તાઝા કબાબ હાઉસ, ગ્રેટર લંડન – 30,000 પાઉન્ડ
બાદશાહ ઇન્ડિયન ક્યુઝિન, કેન્ટ – 30,000 પાઉન્ડ
રાજ ક્યુઝિન, ટેલફોર્ડ – 10,000 પાઉન્ડ
આલિશાન ટેક અવે, બર્મિંગહામ – 10,000 પાઉન્ડ
દેશી મોમેન્ટ કઢાઇ હાઉસ, સ્ટોક ઓન ટ્રેન્ટ – 10,000 પાઉન્ડ
કાશ્મીર હલાલ મીટ્સ, ડર્બીશાયર – 10,000 પાઉન્ડ
કિર્થોન રેસ્ટોરન્ટ, લેધરહેડ – 10,000 પાઉન્ડ
કરી લોન્જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ, કેન્ટ – 15,000 પાઉન્ડ
સ્ટીકઆઉટ, સ્લાઉ – 10,000 પાઉન્ડ
ટાઇનીવેલ હેલ્થકેર સર્વિસ, સ્લાઉ – 10,000 પાઉન્ડ