ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈ ધોળકિયાને તેમની લંડન મુલાકાત દરમિયાન ભારતીય હાઈ કમિશન તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાઇ કમિશન ખાતે ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષે તેમનું સ્વાગત કર્યું અને તેમની આત્મકથા “ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ’ વિશે ચર્ચા કરી હતી.સુજીત ઘોષે ભારતમાં ગોવિંદભાઈ દ્વારા કરવામાં આવેલા પરોપકારી કાર્યોની પ્રશંસા કરી હતી. ગોવિંદભાઇ સાથે શ્રેયાંસ ધોળકિયા, અનિલ સોજીત્રા, ધ્રુવલ, અર્પિત નારોલા, ધ્યેય, હિલ અને સીઈઓ કમલેશ યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા હતા.