લંડનઃ ગ્લાસગોના ટ્રાફિક વોર્ડન હવે નોકરીનો તણાવ ઘટાડવા માટે યોગ કરી રહ્યાં છે. તેમના જણાવ્યા પ્રમાણે યોગના સારા પરિણામ પણ હાંસલ થઇ રહ્યાં છે. પાર્કિંગ એટેન્ડન્ટ્સ યોગ કર્યા બાદ શાંતિ અને શારીરિક રીતે ફિટ હોવાનું અનુભવી રહ્યાં છે. ગ્લાસગોમાં ટ્રાફિક વોર્ડનને તેની ફરજ દરમિયાન વાહનચાલકો સાથે ઘણીવાર સંઘર્ષમાં ઉતરવું પડે છે જેના કારણે તેઓ ઘણો તણાવ અનુભવતા હોય છે. જેના પગલે પૂર્વ પાર્કિંગ વોર્ડન મેનેજર કેની કોસ્ટેલોએ લંચ ટાઇમમાં યોગના ક્લાસ શરૂ કરાવ્યા હતા. કેની ઇચ્છતા હતા કે તેમની ટીમ નોકરીના તણાવથી મુક્ત રહી શકે. કેની કહે છે કે ટ્રાફિક વોર્ડન 12 કલાક સડક પર રહે છે અને દરરોજ સંઘર્ષ, ગુસ્સા અને દુર્વ્યવહારનો સામનો કરતા હોય છે.