લંડનઃ યુકેમાં ડ્રગનું સેવન કરનારા માટે સૌપ્રથમ ડ્રગ કન્ઝમ્પશન રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ડ્રગના સેવન અંગેના કાયદાઓ સામે એક દાયકા સુધી લડત આપ્યા બાદ ગ્લાસગો ઇસ્ટ ખાતે ધીસલ સેન્ટરનો પ્રારંભ કરાયો છે. તેનું ફંડિંગ સ્કોટિશ સરકાર દ્વારા કરાયું છે. આ સેન્ટરમાં જઇને ડ્રગ લેનાર વ્યક્તિ મેડિકલ સુપરવિઝન હેઠળ ગેરકાયદેસર રીતે ખરીદેલા ડ્રગનું સેવન કરી શકશે. વ્યસનીઓમાં ડ્રગના ઓવરડોઝ અને ડ્રગના કારણે થતા નુકસાનને અટકાવવા તેમજ તેઓ જાહેરમાં ડ્રગનું સેવન ન કરે તે માટે આ સેન્ટરનો પ્રારંભ કરાયો છે.