લંડનઃ કારમાં પૌત્ર-પૌત્રીને લઇ જતા દાદા-દાદી માટે પોલીસ દ્વારા ચેતવણી જારી કરાઇ છે. ચાઇલ્ડ સીટના નિયમોના ઉલ્લંઘન માટે તેમને 500 પાઉન્ડના દંડનો સામનો કરવો પડી શકે છે. પોલીસે અસુરક્ષિત સીટ સામે પણ અભિયાન ચલાવવાનું શરૂ કર્યું છે.
કેન્ટ રોડ સેફ્ટીએ દાદા-દાદીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, કાયદા પ્રમાણે 12 વર્ષ સુધીના અથવા તો 135 સે.મી. કરતાં ઓછી ઊંચાઇ ધરાવતા બાળકોને કારમાં લઇ જતી વખતે તેમના માટે હાઇ બેક્ડ બૂસ્ટર સીટ ફરજિયાત છે. 4 વર્ષથી નાના બાળકો માટે રીઅરવોર્ડ ફેસિંગ જરૂરી છે.
તે ઉપરાંત 12 વર્ષથી મોટાં અથવા તો 135 સે.મી. કરતાં વધુ ઊંચાઇ ધરાવતા બાળકો માટે સીટ બેલ્ટ ફરજિયાત છે.