લંડનઃ દેશમાં આવતા સપ્તાહે યોજાનારા ચૂંટણી જંગ માટે તખતો તૈયાર થઇ ગયો છે. કન્ઝર્વેટિવ્ઝ, લેબર, ગ્રીન, લેબર ડેમોક્રેટ્સ, સ્કોટિશ નેશનલ અને બ્રેક્ઝિટ પાર્ટી વચ્ચે સત્તાનો મહાસંગ્રામ જીતી લેવા આકાશપાતળ એક કરી રહ્યા છે. બ્રેક્ઝિટ સમજૂતીની નિષ્ફળતાના પરિણામે યોજાયેલી આ સામાન્ય ચૂંટણીમાં બ્રેક્ઝિટ, ઈમિગ્રેશન અને NHSના મુદ્દા વિશેષ મહત્ત્વ ધરાવે છે. કોઈ પણ હિસાબે ૩૧ જાન્યુઆરી સુધીમાં બ્રેક્ઝિટ વિવાદનો અંત લાવી દેવાના ઝનૂન સાથે બોરિસ જ્હોન્સન ચૂંટણી જીતીને સત્તા જાળવવા તમામ તાકાત લગાવી રહ્યા છે. બીજી તરફ, સત્તાથી લાંબો સમય વિમુખ રહેલી લેબર પાર્ટીને સત્તાની મધલાળ દેખાઈ રહી છે. લેબરનેતા જેરેમી કોર્બીન બ્રેક્ઝિટ માટે સેકન્ડ રેફરન્ડમ મેળવવાની તરફેણ કરી રહ્યા છે.
જોકે, અત્યાર સુધીના ચૂંટણી સર્વેમાં ટોરી પાર્ટી આગળ જણાય છે અને વડા પ્રધાન બનવાની ક્ષમતા અને લોકપ્રિયતામાં બોરિસ જ્હોન્સન ઘણા આગળ છે.
વાસ્તવિકતા એ છે કે લેબર પાર્ટીમાં ફેલાયેલા યહુદીવિરોધી જ્યુઈશ કોમ્યુનિટી તેમજ પાર્ટી કોન્ફરન્સમાં કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનના ઉલ્લેખ અને યુએનના હસ્તક્ષેપની માગણીના ઠરાવના કારણે સાઉથ એશિયન્સ અને ખાસ કરીને ભારતીય સમુદાયના અસંતોષની આગ લેબર પાર્ટીને ચૂંટણીમાં ભરખી જાય તેવી સંપૂર્ણ શક્યતા છે.
નોંધપાત્ર મુદ્દો એ છે કે લેબર પાર્ટી દ્વારા ભારતીય સમુદાયના રાજકારણીને મેદાનમાં ઉતારાયા નથી. બીજી તરફ, જ્હોન્સનને ટોરી પાર્ટીમાં બ્રેક્ઝિટવિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પ્રીતિ પટેલ, શૈલેશ વારા, સાજિદ જાવિદ, આલોક શર્મા, રિશી સુનાક સહિત પ૦ સાઉથ એશિયન્સ ટોરી પાર્ટીમાંથી ઉમેદવારી રહ્યા છે, આમાંથી ૨૦ જેટલા ઉમેદવાર ભારતવંશી છે. એક સંશોધન અનુસાર લેબર પાર્ટીના કાશ્મીર ઠરાવના કારણે હિન્દુ અને મુસ્લિમ એમ બે વર્ગનું ધ્રુવીકરણ થયું છે. મુસ્લિમ કાઉન્સલ ઓફ બ્રિટનના મતે ૩૦ બેઠકો પર મુસ્લિમ મતો અસરકર્તા બની શકે છે.

(વિશેષ અહેવાલ માટે વાંચો - ગુજરાત સમાચાર અંક ૭ ડિસેમ્બર ૨૦૧૯ - પાનઃ ૨ - ૩ - ૪ - ૬)