જસવિન્દર કૌરને ડેમહૂડ, દીપેશ શાહ CBE અને સુભાષ ઠકરાર OBEથી સન્માનિત

રાજેશ ઠક્કરને OBE, નેવિતા પંડ્યા - પ્રદીપ પટેલ - અમર શાહ –કિરણ શાહ – તન્વી વ્યાસને MBE, જયસુખલાલ મેહતાને BEMની ઉપાધિ

Tuesday 18th June 2024 11:48 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સના જન્મદિવસ નિમિત્તે બ્રિટિશ સામ્રાજ્યના સન્માનની જાહેરાત કરાઇ હતી જેમાં બ્રિટિશ ભારતીય અને કર્મા નિર્વાણાના સ્થાપક જસવિન્દર કૌર સંઘેરાને ડેમ હૂડથી નવાજવામાં આવ્યા હતા. નેશનલ હાઇવેઝના પૂર્વ પ્રમુખ દીપેશ જયંતિલાલ શાહને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સેવાઓ માટે સીબીઇની ઉપાધિથી સન્માનિત કરાયા હતા.

કિંગના ઓનર્સ લિસ્ટમાં લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સુભાષ ઠકરારને ટ્રેડ સેવાઓ માટે, સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીના પૂર્વ પ્રમુખ પ્રોફેસર રાજેશ વસંતલાલ ઠક્કરને મેડિકલ સાયન્સમાં સેવાઓ માટે ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE)થી સન્માનિત કરાયાં છે. અન્ય સન્માનિત બ્રિટિશ ભારતીયો અને ગુજરાતીઓ સહિતના દક્ષિણ એશિયનોની યાદી નીચે પ્રમાણે છે.

ડેમ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર

જસવિન્દર કૌર સંઘેરા – કર્મા નિર્વાણાના સ્થાપક અને માનવઅધિકાર એક્ટિવિસ્ટ – બાળકો, બળજબરીથી કરાવાતા લગ્નોના પીડિતો મધ્યે સેવા

કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE)

પ્રોફેસર ડેવિડ ક્રિશ્ના મેનન – કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એનેસ્થેસિયા વિભાગના વડા – ન્યુરોક્રિટિકલ કેરમાં સેવાઓ માટે

આસિફ રંગૂનવાલા – રંગૂનવાલા ફાઉન્ડેશનના પ્રમુખ – ચેરિટીમાં સેવાઓ માટે

દીપેશ જયંતિલાલ શાહ – નેશનલ હાઇવેઝના પૂર્વ પ્રમુખ – ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સેવાઓ માટે

ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE)

તબસ્સુમ રિઝવાન એહમદ – સીઇઓ એમ્પ્લોયેબિલિટી – રોજગાર ક્ષેત્રે સેવાઓ માટે

શાલની અરોરા – સવાનાહ વિઝડમ ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક – ચેરિટીમાં સેવાઓ માટે

પ્રોફેસર જમશેદ બોમનજી – લંડન યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂક્લિયર મેડિસિનમાં ક્લિનિકલ ડિપાર્ટમેન્ટના વડા – એનએચએસમાં સેવાઓ માટે

ડો. રબિન્દર કૌર બુત્તર – સ્ટ્રાથક્લાઇડ યુનિવર્સિટીના સીનિયર એન્ટરપ્રાઇઝ ફેલો – બિઝનેસ સેક્ટરમાં સેવાઓ માટે

શ્રુતિ કપિલા – કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજનીતિના પ્રોફેસર – માનવતામાં રિસર્ચ માટે

શીરિન રેઝી – ક્રાઇસ્ટ ધ કિંગ સિક્સ્થ ફોર્મ કોલેજ કેન્ટના પ્રિન્સિપાલ – શિક્ષણમાં સેવાઓ માટે

ડો. હન્નાના સિદ્દિકી – સાઉથહોલ બ્લેક સિસ્ટર્સ ખાતે પોલિસી હેડ – મહિલાઓ વિરોધી હિંસા અટકાવવામાં સેવાઓ માટે

પ્રોફેસર રાજેશ વસંતલાલ ઠક્કર – સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીના પૂર્વ પ્રમુખ – મેડિકલ સાયન્સમાં સેવાઓ માટે

સુભાષ વિઠ્ઠલદાસ ઠકરાર – લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ – આફ્રિકામાં બ્રિટિશ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટમાં સેવાઓ માટે

શમિત વેઇનબર્ગર-ગેઇગર – વેસ્ટકોસ્ટ પાર્ટનરશિપ ડેવલપમેન્ટના એમડી – રેલવે સેક્ટરમાં સેવાઓ માટે

મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)

સાયમા અશરફ – સીનિયર ફાઇનાન્સ ઓડિટર, મેન્ટલ હેલ્થ સ્વીમ્સ, મેન્ટલ હેલ્થ સેક્ટરમાં સેવાઓ માટે

હરી બહાદૂર બુધા માગર – એક્ટિવિસ્ટ – વિકલાંગતા અંગે જાગૃતિ ફેલાવવા માટે

નામિર રહીમ ચૌધુરી – કોમનવેલ્થ યૂથ કાઉન્સિલમાં યુરોપ અને અમેરિકા માટે પ્રાદેશિક પ્રતિનિધિ

અર્ચના રાવ ડેન્નામાનેની – એચએમઆરસીમાં કસ્ટેમ્પ કોમ્પ્લાયન્સ ગ્રુપમાં સેવાઓ માટે

બલવિન્દર કૌર ધનોઆ – પ્રોગ્રેસ કેર ગ્રુપના સીઇઓ અને સ્થાપક – બાળકો મધ્યે સેવાઓ માટે

ભારતી દ્વારમપુડી – વર્ક અને પેન્શન વિભાગના અધિકારી, જાહેર સેવાઓ માટે

શોભના ગુલાટી – અભિનેત્રી, નૃત્યાંગના અને લેખિકા – સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન માટે

સૈયદ નાસિર જાફરી – ગ્લાસગોમાં એકતા માટેના યોગદાન માટે

સમિના ખાન – ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ડિરેક્ટર – ઉચ્ચ શિક્ષણમાં સેવાઓ માટે

રાકેશ કુમાર – ફિઝિયોથેરાપિસ્ટ – વંશીય લઘુમતી, અશ્વેત અને એશિયન સમુદાયોમાં સેવાઓ માટે

તારિક માહમૂદ – હેવરિંગ ઇન્ટર ફેઇથ ફોરમના સ્થાપક – ચેરિટી સેવાઓ માટે

લખબીરસિંહ માન – ગેસિયન્સના સ્થાપક – ચેરિટી સેવાઓ માટે

સિરાઝ માસ્ટર – સિમ્પલી ડોનટ્સના સ્થાપક અને એમડી – ફૂડ સેક્ટરમાં યોગદાન માટે

ડોરિસ અનિતા નીલ – એથલેટિક્સમાં સેવાઓ માટે

નેવિતા પંડ્યા – બેક્સલેની ટાઉનલે ગ્રામર સ્કૂલના હેડ ટીચર, શિક્ષણમાં યોગદાન માટે

જાસ્મિન કરિના પેરિસ – દોડવીર – એથલેટિક્સમાં યોગદાન માટે

પ્રદીપ પટેલ – ફર્મલી હેલ્થ એનએચએસ ફાઉન્ડેશનના પૂર્વ પ્રમુખ, એનએચએસમાં સેવાઓ માટે

હસન ક્રિસ્ટોફર પિલ્લઇ – એક્ટિવિસ્ટ – કેન્સર સપોર્ટ અને ફંડ રેઇઝિંગમાં સેવાઓ માટે

ઇમરાન રફી – સેન્ટ જ્યોર્જ યુનિ. લંડનમાં જનરલ પ્રેકટિશનર – જીપીમાં સેવાઓ માટે

અમર શાહ – ઇસ્ટ લંડન ફાઉન્ડેશનના ચીફ ક્વોલિટી ઓફિસર – એનએચએસમાં સેવાઓ માટે

કિરણ જેઠાલાલ શાહ – સ્ટન્ટમેન અને સ્કેલડબલ – ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન માટે

તન્વી બકુલકુમાર વ્યાસ – ડિસએબલ્ડ પર્સન્સ ટ્રાન્સપોર્ટ એડવાઇઝરી કમિટીના સભ્ય, ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે

મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (BEM)

શમ્ઝા બટ્ટ – નેશનલ સિટિઝન સર્વિસ ટ્રસ્ટના સભ્ય – યુવાઓમાં સેવા માટે

સેલ્લાથુરાઇ ચંદ્રકુમાર – પોસ્ટ માસ્ટર – નોટ્ટિંગહીલમાં જનતાની સેવા માટે

શીલા એન ચૌલવિલ – બ્રિજરૂલ, ડિવોનમાં સામુદાયિક સેવાઓ માટે

અમરિકસિંહ મહલ – એસ્ટ્રાઝેનેકામાં રિસર્ચ માટે આઇટીના ગ્લોબલ વડા – કોરોના મહામારીમાં સેવાઓ માટે

જયસુખલાલ શાંતિલાલ મેહતા – ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના ડિરેક્ટર અને કોર્ડિનેટર – ધાર્મિક સેવાઓ માટે

સુપ્રિયા નાગરાજન – માનસમિત્રાના સ્થાપક સીઇઓ – સંગીતમાં યોગદાન માટે

રિઝવાન રેહમાન – લાપેજ પ્રાયમરી સ્કૂલના ચેર ઓફ ગવર્નર્સ – શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter