જૈન સમાજ માંચેસ્ટર દ્વારા નેપાલ ભુકંપ પીડીતો માટે વેલેન્ટાઇન ડે ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન કરીને £૧૫૬૬ એકત્ર કરાયા હતા. જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમનો ઇરાદો વિરાયતન દ્વારા નેપાલમાં સ્થાપવામાં આવેલ વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પ માટે £૫૩૦૦ એકત્ર કરવાનો હતો. જેથી સ્થાનિક લોકો નવું કૌશલ્ય મેળવીને પોતાની આજીવીકા ઉભી કરી શકે.
આ પ્રસંગે બીના ગદાણીએ 'જીવ દયા' સંસ્થા અંગે અને વિરાયતન યુકેના પ્રમિત શાહ અને બકુલ શાહે વિરાયતનાના સેવા કાર્યો અનેનેપાળ પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી, રેફલ ડ્રો, વિરાયતનના કેકની હરાજી અને ટિકીટ ફી મળી કુલ £૧૫૬૬ એકત્ર થયા હતા અને અન્ય રકમ મળી કુલ £૫૩૦૦નો ચેક જૈન સમાજ માંચેસ્ટરના પ્રમુખ પિયુશભાઇ મહેતા, વાઇસ પ્રેસિડેન્ટ કિરણ મહેતા અને જીવદયાની ટીમે વિરાયતનના પ્રતિનિધિઅો પ્રમિત શાહ અને બકુલ શાહને અર્પણ કર્યો હતો.