જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમે નેપાલ ભુકંપગ્રસ્તો માટે £૧૫૦૦ એકત્ર કર્યા

Tuesday 22nd September 2015 11:44 EDT
 
 

જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમે નેપાલના ભુકંપગ્રસ્તોના લાભાર્થે તાજેતરમાં લેક ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ ૨૦૧૫ અંતર્ગત £૧,૫૦૦ એકત્ર કર્યા હતા. આ રકમ વિરાયતન સંસ્થાને સોંપવામાં આવશે અને વિરાયતન નેપાલમાં વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પની સ્થાપના કરી સ્થાનિક નેપાલી લોકોના ઉત્થાન માટે તેમને તાલીમ અપશે. આ ચેલેન્જમાં ૧૯ લોકો જોડાયા હતા અને ગ્લેનરીડીંગથી બે ગૃપમાં વહેંચાઇ જઇને વિવિધ હિલ પર આરોહણ કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter