લંડનઃ બ્રિટનનું વિખ્યાત મેન બુકર પ્રાઇઝ અમેરિકી લેખક જ્યોર્જ સોન્ડર્સને તેમની નવલકથા ‘લિંકન ઈન ધ બાર્દો’ માટે એનાયત કરવાનું જાહેર થયું છે. આ પુરસ્કાર જીતનારા તેઓ બીજા અમેરિકી લેખક છે.
અંગ્રેજી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કાર માટે જજોએ આ પુસ્તકની પ્રશંસા મૂળ કૃતિ તરીકે કરી છે. આ પુસ્તકમાં અબ્રાહમ લિંકનના ૧૧ વર્ષના પુત્ર વિલીના મૃત્યુની વાત છે. નિર્ણાયક પેનલની અધ્યક્ષ બેરોનેસ લોલા યંગે લંડનમાં એક સમારોહમાં પુરસ્કારની જાહેરાત કરતા કહ્યું હતું કે આ મૌલિક ઉપન્યાસ શૈલી, પરિહાસ યુક્ત, બૌદ્ધિક ઊંડાણથી આગળ વધતા વર્ણનાત્મક રૂપથી આગળ વધારે છે.