લંડનઃ યુસુફ હમઝાના રાજીનામા બાદ જ્હોન સ્વીની સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર પદે નિશ્ચિત બન્યાં છે. એસએનપીમાંથી આ પદ માટે અન્ય કોઇ દાવેદાર સામે નહીં આવતા જ્હોન સ્વીની એસએનપીના નવા નેતા બન્યાં છે. મંગળવારે યોજાયેલા મતદાનમાં જ્હોન સ્વીની સ્કોટલેન્ડના સાતમા ફર્સ્ટ મિનિસ્ટર બન્યાં છે. સોમવારે એચએનપીએ જણાવ્યું હતું કે, ફર્સ્ટ મિનિસ્ટર પદ માટે જરૂરી સમર્થન ધરાવતા નેતા ફક્ત જ્હોન સ્વીની જ છે.
જ્હોન સ્વીની નિકોલા સ્ટર્જિઓનના ડેપ્યુટી તરીકે ઘણા લાંબા સમય સુધી કામ કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઓ "મધ્યમ મધ્ય-ડાબેરી" પ્લેટફોર્મ પર શાસન કરવાનો પ્રયાસ કરશે, જે એક સંકેત તરીકે જોવામાં આવે છે કે તેઓ જાતિ અને કટ્ટરપંથી નેટ ઝીરો યોજનાઓની આસપાસ અપ્રિય ઓળખની રાજનીતિને દૂર કરવાની યોજના બનાવી રહ્યા છે.