એસેક્સઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં આગવું સ્થાન ધરાવતી ઓટો રિક્ષાને સૌથી ઝડપે દોડાવવાનો વિશ્વવિક્રમ બ્રિટિશ બિઝનેસમેને પોતાના નામે કર્યો છે. એસેક્સના ૪૬ વર્ષના બિઝનેસમેન મેટ એવરર્ડે ૧૧૯ કિલોમીટર પ્રતિ કલાકની સૌથી વધુ ઝડપે ઓટો રિક્ષા દોડાવી હતી. તેમણે આ રેકોર્ડ માટે ૧૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઓટો ચલાવવાનું લક્ષ્ય રાખ્યું હતું.
ગુડ્સ ટ્રાન્સપોર્ટ ફર્મના માલિક મેટે તેના પિતરાઈ ભાઈ રસેલ શેરમન સાથે નોર્થ યોર્કશાયરમાં એલ્વિંગટન એરફીલ્ડ ખાતે ઓટો દોડાવી હતી. તેમણે આ ઓટો ઇબે પરથી ખરીદી હતી. ૧૮ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરીને તેના મશીનને અપગ્રેડ કરીને તેમાં ૧૩૦૦ સીસીનું પાવરફુલ એન્જિન લગાવ્યું હતું. એડવર્ડ તેમના મિત્રના લગ્નમાં થાઈલેન્ડ ગયા હતા ત્યારે ત્યાં ઓટો (ટુક-ટુક)માં ફર્યા હતા.