લંડનઃ સાઉથ વેલ્સમાં આવેલા ટાટા સ્ટીલના પ્લાન્ટ ખાતે ફરજ બજાવતા 2000 કરતાં વધુ કર્મચારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. તેમાં સૌથી વધુ કર્મચારી પોર્ટ તાલબોટ પ્લાન્ટના છે જ્યાં કંપની આગામી એક મહિનામાં બીજી બ્લાસ્ટ ફરનેસ બંધ કરવા જઇ રહી છે.
ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે, અમે એવા કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજીઓ પર વિચારણા કરી રહ્યાં છે જેમની નોકરીઓ પૂર્ણ થઇ રહી છે. નોકરી ગુમાવનારા 2800 કર્મચારી આગામી થોડા સપ્તાહમાં નોકરી છોડી દેશે. કર્મચારી યુનિયનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે મતદાન કરાવ્યું હતું. કંપની દ્વારા કર્મચારીઓને શ્રેષ્ઠ અપાઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ટાટા સ્ટીલ દ્વારા નોકરી છોડી જનારા કર્મચારીઓને પ્રતિ વર્ષ 2.8 સપ્તાહનો પગાર અપાશે. મહત્તમ 25 વર્ષ માટેનો પગાર વળતર પેટે અપાશે. તે ઉપરાંત 15000 પાઉન્ડનું લઘુત્તમ પેમેન્ટ અને રજાઓના સંદર્ભમાં 5000 પાઉન્ડ અપાશે.