ટૂંકુ ને ટચ...

Tuesday 01st October 2024 11:43 EDT
 
 

 96 વર્ષના દાદીમાને ભયજનક ડ્રાઇવિંગ દ્વારા હત્યા માટે 18 મહિનાની કેદ

લંડનઃ 96 વર્ષના દાદીમાને ભયજનક ડ્રાઇવિંગ દ્વારા એક મહિલાનું મોત નિપજાવવા માટે લીવરપૂલ ક્રાઉન કોર્ટ દ્વારા 18 મહિનાની સસ્પેન્ડેડ કેદની સજા ફટકારાઇ હતી. મર્સીસાઇડના જૂન મિલ્સે પોતાનો દોષ કબૂલતાં સ્વીકાર્યું હતું કે ઓગસ્ટ 2023માં તેમના ભયજનક ડ્રાઇવિંગના કારણે કાર પેવમેન્ટ પર ચડી જતાં 76 વર્ષીય બ્રેન્ડા જોઇસનું નિધન થયું હતું. જૂન મિલ્સ યુકેમાં ભયજનક ડ્રાઇવિંગ માટે સજા પ્રાપ્ત કરનારા સૌથી વૃદ્ધ વ્યક્તિઓ પૈકીના એક છે.

લેખિકા સૌંદર્યા પર લંડનમાં હુમલો, નાક તોડી નાખ્યું

લંડનઃ ગ્રીનકાર્ડ કોર્પોરેશનના સહસ્થાપક અને લેખિકા સૌંદર્યા બાલાસુબ્રમણિએ લંડનમાં પોતાના પર હુમલો થયાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, લંડનમાં ધોળે દહાડે સડક પર મારા પર હુમલો કરાયો હતો. 18 સપ્ટેમ્બરના રોજ હું સડક પર ચાલતી જઇ રહી હતી ત્યારે એક ઊંચો કદાવર માણસ મારી પાસે આવ્યો હતો અને પૈસા માગવા લાગ્યો હતો. મેં ઇનકાર કરતાં તેણે મારા ચહેરા પર મુક્કો જડી દીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે, થોડી સેંકડો માટે તો હું જાણે કે બેહોશ થઇ ગઇ હતી. પછી મેં જોયું તો મારો ચહેરો, હાથ અને કપડાં લોહીથી ખરડાયેલાં હતાં. તેણે મારું નાક તોડી નાખ્યું હતું અને પુષ્કળ લોહી વહી રહ્યું હતું. થોડી મિનિટમાં લોકો અને પોલીસ મારી પાસે આવી ગયાં હતાં અને મને મદદ કરી તી. મારા નાકમાં ફ્રેકચર થયાં હતાં.

પાર્કિંગ વોર્ડનને ધમકી આપનાર બ્રેન્ટના ડેપ્યુટી મેયરનું રાજીનામુ

લંડનઃ દંડ ફટકારનાર પાર્કિંગ વોર્ડન સાથે આક્રમક વ્યવહાર કરનાર બ્રેન્ટ કાઉન્સિલના ડેપ્યુટી મેયરને રાજીનામુ આપવાની ફરજ પડી છે. તે ઉપરાંત વેમ્બલીમાં લંડન રોડ પર ટિકિટ આપનાર પાર્કિંગ વોર્ડનને ધમકી આપવા માટે નોર્થવિક પાર્ક વોર્ડના કાઉન્સિલર ડિયાના કોલીમોરને લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયાં છે. ડિયાનાએ વોર્ડનને ધમકી આપી હતી કે હું તારા અધિકારીઓને જાણ કરીશ અને તારા અંગે ઇમિગ્રેશન સેવાઓને પણ કહીશ કે તું યુકેમાં રહેવા માટે અન્ય કોઇને પરણી ગયો છે.

લંડનની શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થિની પર એસિડ હુમલો

લંડનઃ ભારતમાં મહિલાઓ પર એસિડ હુમલાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે પરંતુ સેન્ટ્રલ લંડનના વેસ્ટમિન્સ્ટરની એક શાળામાં 14 વર્ષીય સગીરા પર એસિડ હુમલો કરાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં અન્ય એક વિદ્યાર્થી અને એક મહિલા શિક્ષક

ને પણ ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલા બે પોલીસ અધિકારીની પણ તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter