એકેડેમિક અભ્યાસ અનુસાર આગામી સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને વફાદાર એવા આશરે ૨૦ લાખ મતદાર Ukipની તરફેણ કરી શકે છે. ૩૦,૦૦૦ મતદારના સર્વે પર આધારિત વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૦માં કુલ ૧૦ મિલિયન મતદારોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થન આપનારા પાંચમાંથી એક મતદાર Ukipને મત આપી શકે છે. બીજી તરફ, વર્કિંગ ક્લાસના મતદારોએ પણ ન્યૂ લેબર પાર્ટી છોડીને Ukip નું શરણ લીધુ છે. કટ્ટર કન્ઝર્વેટિવ સમર્થકો પણ પાર્ટીથી વિમુખ થઈ રહ્યાં છે.