લંડનઃ બ્રિટિશ રાજવીના સત્તાવાર જન્મદિવસના રોજ પરંપરાગત રીતે યોજાતી ટ્રુપિંગ ધ કલર પરેડનું ૧૫ જૂનના શનિવારના રોજ આયોજન થયું. બ્રિટનના રાજવીના સેના સાથેના સંબંધોની ઉજવણી કરતાં આ પરેડમાં સેના અને વાયુસેના દ્વારા માર્ચ કરવામાં આવતી હોય છે. આ વખતની ઇવેન્ટની મુખ્ય વિશેષતા એ હતી કે કિંગ ચાર્લ્સના પુત્રવધૂ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન કેન્સરનું નિદાન થયા બાદ પ્રથમવાર જાહેરમાં દેખાયાં હતાં. કિંગ ચાર્લ્સ પણ કેન્સરથી ગ્રસિત હોવાના કારણે આ વખતની પરેડમાં ઘોડા પર સવાર થવાને બદલે કેરેજમાં સવાર થયા હતા. ઇવેન્ટમાં વડાપ્રધાન રિશી સુનાક, તેમના પત્ની અક્ષતા મૂર્તિ સહિતના ગણમાન્ય મહાનુભાવો પણ સામેલ થયાં હતાં.