અનહદ ગળપણ ધરાવતા જ્યુસ, ડ્રિંક્સ વગેરે પીણાંને કારણે પ્રતિ વર્ષ ૮,૦૦૦ કેસોનો વધારો થઇ રહ્યો છે. યુનિવર્સિટી અોફ કેમ્બ્રીજના અભ્યાસ મુજબ અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૮ મિલિયન લોકોને અને યુકેમાં ૭૯,૦૦૦ લોકોને 'ડાયાબિટીશ ટુ'ની બીમારી થઇ હતી. અમેરિકામાં ૫૪.૪% લોકો અને યુકેમાં ૪૯.૪% લોકો અનહદ ગળપણ ધરાવતા પીણાં ગટગટાવે છે. સંશોધનમાં જણાયું હતું કે અનહદ ગળપણ ધરાવતા પીણાં પીવાના કારણે યુકેમાં ૨ થી ૬% લોકોને અને યુએસમાં ૪ થી ૧૩% લોકોને ડાયાબિટીશ ટુ થવાનું જોખમ વધી જાય છે.