લંડનઃ મૃત્યુ પછી પોતાની ડિજિટલ આસેટ્સનું શું થશે તેની યોજના મોટાભાગના લોકો દ્વારા તૈયાર થતી નથી તેના કારણે તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને ફોટો જોખમમાં મૂકાઇ જાય છે. ઘણીવાર પરિવારજનો મૃતકના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એસેસ કરી શક્તાં નથી તેથી આ જોખમમાં વધારો થાય છે.
તેથી લોકોને ડિજિટલ લેગસી પ્લાન તૈયાર કરવાની સલાહ આપવામાં આવી છે. 75 ટકા કરતાં વધુ લોકો આ પ્રકારનું ડિજિટલ વિલ ધરાવતાં નથી. 20 ટકા કરતાં પણ ઓછા લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે શું કરવું તેના નિર્દેશ પોતાના પરિવારજનો માટે મૂકતાં જાય છે. ફક્ત 3 ટકા લોકો જ તેમના વિલમાં આ અંગે ઉલ્લેખ કરતાં હોય છે.
આ મુદ્દો એવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે વધુ મહત્વનો છે જેમના દ્વારા આવક થતી હોય. જ્યારે એકાઉન્ટ યૂઝરનું મોત થાય છે ત્યારે આ આવકનું શું થાય તે એક મહત્વનો સવાલ બની રહે છે.