લંડનઃ ડીપીડી ડિલિવરી ડ્રાઇવરની ધોળા દિવસે કરપીણ હત્યા કરનાર ગેંગના બે સભ્યને લઘુત્તમ 56 વર્ષ કેદની સજા કરાઇ છે. સ્મેથવિકનો ઔરમાનસિંહ તેના સાથી કર્મચારી સાથે પાર્સલ ડિલિવરી કરી રહ્યો હતો ત્યારે માસ્ક પહેરેલા સશસ્ત્ર ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. 23 વર્ષીય ઔરમાને નાસી છૂટવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પરંતુ ટોળાએ ગણતરીની સેકન્ડમાં તેને રહેંસી નાખ્યો હતો. સુનાવણી દરમિયાન સેહજપાલ સિંહ અને મેહકદીપ સિંહે તેમના પર મૂકાયેલા હત્યાના આરોપનો ઇનકાર કર્યો હતો. સ્ટાફોર્ડ ક્રાઉન કોર્ટની જ્યૂરી દ્વારા સર્વસંમતિથી બંનેને દોષી ઠરાવાયા હતા.