લંડનઃ ગયા સપ્તાહમાં ડી-ડેની 80મી જયંતિ નિમિત્તે આયોજિત સમારોહમાં કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા અને પ્રિન્સ વિલિયમે ભાગ લીધો હતો. એક પૂર્વ સૈનિકની આપવીતી સાંભળીને વિચલિત બનેલા કિંગ અને ક્વીનની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જેના પગલે સમારોહમાં હાજર તમામે ઊભા થઇને પૂર્વ સૈનિકનું સન્માન કર્યું હતું.