લંડનઃ કોપનહેગનના ટેક્સ સત્તાવાળાઓએ લંડનની કોર્ટમાં આરોપ મૂક્યો હતો કે બ્રિટિશ ટ્રેડર સંજય શાહ અને તેમની સોલો કંપની કેપિટલ હેજ ફંડે ડેન્માર્કના કરદાતાઓ સાથે 1.44 બિલિયન પાઉન્ડની કથિત છેતરપિંડી આચરી છે.
કોપનહેગન ટેક્સ ઓથોરિટીના વકીલ લોરેન્સ રેબિનોવિત્ઝે આ જટિલ કેસમાં ઉપજાવી કાઢેલા ટેક્સ રિફંડમાં ડેન્માર્ક ટેક્સ ઓથોરિટી પાસેથી નાણા કઢાવવા ઇંગ્લેન્ડમાં કંપનીઓના માધ્યમથી સોલો કેપિટલ હેજ ફંડ દ્વારા ડિવિડન્ડ ટ્રેડિંગ સ્કીમનો ઉપયોગ કરાયો હતો.
જોકે ડિસેમ્બર 2023માં દુબઇથી કોપનહેગનમાં પ્રત્યર્પિત કરાયેલા શાહે પોતે કોઇ ખોટી કામગીરી કરી હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તે સમયે ટેક્સ રિફંડ માન્ય હતાં. આ સ્કીમમાં ગેરરિતી આચરવામાં આવી હોવાના આરોપ ખોટાં છે.