લંડનઃ બ્રિટિશ ચલણ સ્ટર્લિંગ પાઉન્ડની કિંમત ડોલર સામે ૧.૩ સેન્ટ ઘટીને ૧.૪૮૭ ડોલરની આઠ મહિનાના તળિયે પહોંચી છે. માત્ર એક સપ્તાહમાં તેની કિંમત આશરે ચાર સેન્ટ ઘટી હતી. છેક એપ્રિલમાં સ્ટર્લિંગ આ કિંમતે નીચે ઉતર્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર વધારવાના નિર્ણયથી રોકાણકારોએ સ્ટર્લિંગને ભારે માત્રામાં બજારમાં ઠાલવ્યો હતો.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે નવા વર્ષમાં સ્ટર્લિંગ ઘટીને ૧.૪ ડોલરની કિંમત સુધી ઘટી શકે છે. વ્યાજ દરની વધુ વધારા તથા યુએસની આર્થિક વૃદ્ધિની શક્યતા ધ્યાનમાં રાખી રોકાણકારો ડોલરનો જથ્થો એકત્ર કરવા લાગ્યા છે. ડોલર સામે કિંમત ઘટવા છતાં યુકેના નક્કર રીટેઈલ વેચાણોથી યુરો સામે સ્ટર્લિંગ વધુ મજબૂત બન્યો હતો.