લંડનઃ પોલીસથી બચવા માટે બનાવટી ઉબેર કાર ચલાવનાર ડ્રગ ગેંગસ્ટર મોહમ્મદ અબ્દુલ બાક્યેને 15 વર્ષ કેદ ફટકારવામાં આવી છે. બાક્યે સ્ક્વેર માઇલમાં મલ્ટી મિલિયન કોકેન અને હેરોઇનના વેપારનું સામ્રાજ્ય ધરાવતો હતો. તેનો ભાઇ વેન બાક્યે ગ્રીન આઇઝ સપ્લાય લાઇન સંભાળતો હતો. તેનો એક સાથી નસીમ એહમદ ક્રાઇમ નેટવર્ક સંભાળતો હતો. બાક્યે બનાવટી ઉબેરની આડમાં ડ્ર્ગ્સનો વેપાર ચલાવતો હતો.
તે ઉપરાંત લોઅર લેવલ ડીલર્સ મુહમ્મદ ઇસ્માઇલ એહમદને સાડા છ વર્ષ, ગૌલગર એહમદને બે વર્ષ 11 માસ, નઝિમુલ ઇસ્લામને 4 વર્ષ સજા ફટકારવામાં આવી હતી. આ ગેંગના સભ્ય મોલાન મિયા અને ઇમરાન એહમદને 21 ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં સજાની સુનાવણી કરાશે.
પોલીસે જણાવ્યું હતું કે, આ સજા ડ્રગ સપ્લાયરોમાં આકરો સંદેશ પાઠવશે.લંડન પોલીસની ક્રાઇમ ટીમ અપરાધીઓને સજા અપાવવા પ્રતિબદ્ધ છે.