ડ્રગ ડીલર અબ્દુલ સફીને 6 વર્ષ 3 મહિનાની કેદ

Tuesday 26th November 2024 10:36 EST
 
 

લંડનઃ 30 વર્ષીય ડ્રગ ડીલર અબ્દુલ સફીને 6 વર્ષ અને 3 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. સફીની કારની ડેકીમાંથી 3 લાખ પાઉન્ડના મૂલ્યનું કેટામાઇન અને ગાંજો ઝડપાયા હતા. આ પહેલાં પણ સફી ડ્રગની હેરાફેરીમાં ઝડપાયો હતો પરંતુ ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે મારી પાર્ટનરે મારી જિંદગી બદલી નાખી છે. પોલીસે સફીને એસ્ટોનમાંથી ઝડપી લીધો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેને આ સજા ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter