ડ્રગનો કાળો વેપાર કરતા ખાન પરિવારના સભ્યો જેલભેગા કરાયાં

Tuesday 17th September 2024 11:37 EDT
 
 

લંડનઃ એક પરિવાર દ્વારા સંચાલિત ડ્રગ ગેંગને જેલભેગી કરી દેવામાં આવી છે. પરિવારનો મુખિયા જુનૈદ ખાન આ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપનું સંચાલન કરતો અને મોટી માત્રામાં ગાંજો અને કોકેન સપ્લાય કરતો હતો. જુનૈદ ખાનને 9 વર્ષ કેદની સજા કરાઇ છે. બર્નલી અને બ્રેડફોર્ડ વિસ્તારમાં આ ખાન પરિવાર દ્વારા ડ્રગ્સનો વેપાર ચાલતો હતો. ઓક્ટોબર 2023માં પોલીસે ખાન પરિવારના નિવાસસ્થાન પર દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

અદાલત દ્વારા 24 વર્ષીય જુનૈદ ખાનને 8 વર્ષ અને 9 મહિના, 19 વર્ષીય મુસા ખાનને એક વર્ષ અને 6 મહિના, ટ્રેવર સ્મિથને 3 વર્ષ અને 9 મહિના, આસિમ રફિકને 7 વર્ષ, કીલી ગ્લોવરને કોમ્યુનિટી ઓર્ડરની સજા કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter