લંડનઃ લેસ્ટર કાઉન્સિલ દ્વારા દિવાળીની યોજનામાં સ્વીચ ઓન ઇવેન્ટ રદ કરવાના નિર્ણય છતાં લેસ્ટરમાં દિવાળીની ઉજવણીના પ્રતીક સમા વ્હીલ ઓફ લાઇટની પરવાનગી આપી દેવાઇ છે. કાઉન્સિલે આ પહેલાં જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળીની બે દિવસ ઉજવણી શક્ય નથી કારણ કે કાઉન્સિલ તેની પાછળ થનારા 2,50,000 પાઉન્ડના ખર્ચને પહોંચી વળી શકે તેમ નથી.
મેયર સર પીટર સોલ્સબીએ જણાવ્યું છે કે કોસ્ટ કટિંગ છતાં ગોલ્ડન માઇલ પર 6000 ડેકોરેટિવ લાઇટ સાથે રોશની કરાશે. સાથે સાથે ફેરિસ વ્હીલ પણ લગાવવામાં આવશે. ફેરિસ વ્હીલ ક્રેનબોર્ન સ્ટ્રીટ પાર્કિંગ એરિયામાં 4 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી કાર્યરત રહેશે.
બીજીતરફ આયોજકો પાસે નાણાના અભાવે બર્મિંગહામ દિવાળી મેળા ફેસ્ટિવલ રદ કરી દેવાયો છે. સોહો રોડ બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ ડિસ્ટ્રીક્ટે જણાવ્યું છે કે હાલ તે સામુદાયિક કાર્યક્રમોનું આયોજન કરી શકે તેમ નથી. આ માટે બીઆઇડી દ્વારા હજારો રહેવાસીઓની માફી પણ માગવામાં આવી છે.