ધ સન્ડે ટાઇમ રીચલીસ્ટમાં રુબેન બંધુઓ પ્રથમ ક્રમે

Wednesday 27th April 2016 06:53 EDT
 
 

લંડનઃ બ્રિટનના સુપર રીચ મહાનુભાવો માટે આ વર્ષ ભારે મુશ્કેલીપૂર્ણ બની રહ્યું છે. ધ સન્ડે ટાઇમ રીચલીસ્ટમાં ૨૪ નામોએ પોતાના અગ્રસ્થાન ગુમાવ્યાં છે. જેમાં આર્સેલર મિત્તલના સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલ છેક ૧૧મા સ્થાને ધકેલાઈ ગયા છે ને પ્રથમ સ્થાને એક નવું જ નામ મૂળ મુંબઈમાં જન્મેલા રુબેન બંધુઓ- ડેવિડ અને સાઇમન રુબેનનું આવ્યું છે. આ ભાઈઓ ૧૩.૧ બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે, જ્યારે ૧૩ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે હિન્દુજા ભાઈઓએ બીજું સ્થાન જાળવી રાખ્યું છે. રુબેન બંધુઓ પ્રોપર્ટી અને ઇન્ટરનેટના ક્ષેત્રમાં નોંધપાત્ર પોર્ટફોલિયો ધરાવે છે. ૯૦મી વર્ષગાંઠ ઊજવી છે તેવા ક્વિન એલિઝાબેથ દ્વિતિય ગયા વર્ષે ૩૦૨મા સ્થાને હતા તે ૩૧૯મા સ્થાને ઊતરી ગયા છે. તેમની નેટ સંપત્તિ ૩૪૦ મિલિયન પાઉન્ડ છે. આ વર્ષે ટોપ ૧૦૦૦ ધનકુબેરની યાદીમાં ૧૨૫ મહિલાઓએ સ્થાન મેળવીને વિક્રમ સર્જ્યો છે.

આ સાથે બ્રિટનના એશિયન બિલિયોનેર્સની યાદી આપી છે જેમાં તેમનો રેન્ક દર્શાવાયો છે.

રેન્ક    નામ                             સંપત્તિ (પાઉન્ડ)             કાર્યક્ષેત્ર

૧.ડેવિડ અને સાઇમન રુબેન              ૧૩.૧ બિલિયન   પ્રોપર્ટી અને ઇન્ટરનેટ

૨.શ્રી અને ગોપીચંદ હિન્દુજા              ૧૩ બિલિયન    ઇન્ડસ્ટ્રી અને ફાઇનાન્સ

૧૧.લક્ષ્મી મિત્તલ અને પરિવાર           ૭.૧૨ બિલિયન    સ્ટીલ

૩૭.શ્રી પ્રકાશ લોહિયા                      ૨.૯૪ બિલિયન    ટેક્ષટાઇલ અને પ્લાસ્ટિક

૩૯ સર અનવર પરવેઝ અને પરિવાર     ૨.૮ બિલિયન     કેશ એન્ડ કેરી

૭૫.સુનિલ વાસવાણી અને પરિવાર         ૧.૪ બિલિયન   ટ્રાન્સપોર્ટ અને ફૂડ

૧૦૩.નવિન અને વર્ષા એન્જિનિયર         ૧.૧ બિલિયન    ફાર્માસ્યુટિકલ્સ

૧૦૬.ઝમીર ચૌધરી અને પરિવાર          ૧.૦૮ બિલિયન   કેશ એન્ડ કેરી

૧૨૩જસમિન્દરસિંહ અને પરિવાર           ૯૨૦ મિલિયન     હોટેલ્સ

૧૩૨રાજ મથારુ અને પરિવાર               ૮૬૨ મિલિયન    પ્રોપર્ટી અને હોટેલ્સ

૧૫૪. લોર્ડ પોલ અને પરિવાર              ૭૪૦ મિલિયન      ઇન્ડસ્ટ્રી

૧૬૪.મોહસિન અને ઝુએર ઈશા             ૭૦૦ મિલિયન      ફ્યુલ ડ્રિસ્ટ્રિબ્યુશન

૧૭૫.ભીખુ અને અજય પટેલ                ૬૭૫ મિલિયન     ફાર્માસ્યુટિકલ્સ

૧૯૪.જટાણિયા બ્રધર્સ                        ૬૨૦ મિલિયન      ટોઈલેટરીસ

૧૯૪.જ્હોન શો અને કીરણ મજમુદાર શો    ૬૨૦ મિલિયન     ફાર્માસ્યુટિકલ્સ

૨૨૪.અબ્દુલ ભટ્ટી અને પરિવાર             ૫૧૦ મિલિયન      કેશ એન્ડ કેરી

૨૨૪. અદાલત અને અર્શદ ચૌધરી          ૫૧૦ મિલિયન     કેશ એન્ડ કેરી

૨૨૪. યુનુસ શેખ અને પરિવા               ર૫૧૦ મિલિયન    કેશ એન્ડ કેરી

૨૫૫.અમિત અને મીતા પટેલ          ૪૫૦ મિલિયન         ફાર્માસ્યુટિકલ્સ

૨૫૫. ગૌતમ થાપર અને પરિવાર      ૪૫૦ મિલિયન         ઇન્ડસ્ટ્રી

૨૬૭.રંજિત અને બલજિન્દર બોપારા   ૪૩૦ મિલિયન         ફૂડ

૩૦૧ટોમ સિંહ અને પરિવાર          ૩૭૦ મિલિયન         ફેશન રિટેઈલીંગ

૩૧૦ફકરુદ્દીન સુતરવાલા અને પરિવાર   ૩૬૦ મિલિયન         ફૂડ

૩૧૨કુલજિન્દર બહિયા અને પરિવાર     ૩૫૬ મિલિયન      ટ્રાવેલ

૩૫૦સુખપાલસિંહ અહલુવાલિયા           ૩૦૦ મિલિયનકાર પાર્ટ્સ

૬૮૫કિરિટ અને મીના પાઠક              ૧૫૦ મિલિયન      ફૂડ

સૌથી તવંગર પતિ અને પત્નીઓમાં નવિન અને વર્ષા એન્જિનિયર (૯મો ક્રમ), રણજિત અને બલજિંદર બોપારા (૧૭મો ક્રમ) તેમજ કિરિટ અને મીના પાઠક (૪૫મો ક્રમ)નો સમાવેશ થાય છે. સમગ્ર યુરોપમાં ટોપ ૫૦ ધનાઢ્ય એશિયનોમાં ડેવિન અને સાયમન રુબેન બંધુઓ ૧૭માં ક્રમે તેમજ શ્રી અને ગોપી હિન્દુજા ૧૮માં ક્રમે છે. એક નોંધનીય બાબત એ છે કે રીચ લિસ્ટમાં સ્થાન મેળવવું વધુ મોંઘુ બનતું જાય છે. આ વર્ષે રીચ લિસ્ટમાં સ્થાન મેળવવા વ્યક્તિ પાસે ઓછામાં ઓછા ૧૦૩ મિલિયન પાઉન્ડની સંપત્તિ જરૂરી બની હતી. અગાઉ ૨૦૦૬માં માત્ર ૬૦ મિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે રીચ લિસ્ટમાં સ્થાન મેળવી શકાતું હતું.

વિશ્વમાં સૌથી ધનાઢ્ય ૫૦ એશિયનની યાદીમાં ભારતના મુકેશ અને અનિલ અંબાણી ૩૦માં ક્રમે છે અને શ્રી અને ગોપી હિન્દુજા ૪૭મા ક્રમે છે.

૧૯૫૦માં બ્રિટન વસવાટ કરવા જતા પહેલા સુખી સંપન્ન ઇરાકના યહુદી પરિવારમાંથી આવતા રુબેન બંધુઓ ભારતમાં જન્મ્યા હતા અને તેમણે બ્રિટનમાં ધાતુના ઉદ્યોગમાં પોતાની સંપત્તિમાં વધારો કર્યો હતો. રુબેન બંધુઓએ આ વર્ષે તેમની સંપત્તિમાં ૩.૪ બિલિયન પાઉન્ડનો વધારો કર્યો હતો જેના કારણે તેઓ ગયા વર્ષના પાંચમા સ્થાનેથી છલાંગ લગાવી પ્રથમ સ્થાને આવી ગયા છે. રુબેન બંધુઓની લંડન ખાતની મુખ્ય પ્રોપર્ટીઓમાં મિલ્ક બેંક ટાવર, વિક્ટોરિયામાં આવેલું જોન લેવિસ પાર્ટનરશિપ એચક્યુ અને સ્નોએને સ્ટ્રીટમાં દુકાનો પણ સામેલ છે. આ ઉપરાંત પણ તેમની અન્ય મિલકતો છે. તેમની પાસે લંડન ઓક્સફર્ડ એરપોર્ટ અને લંડન હેલિપોર્ટ પણ છે. તેઓ મેટ્રો બેંકના મુખ્ય રોકાણકાર પણ છે. રુબેન બંધુઓએ મેટલ તથા પ્રોપર્ટી જેવા સેક્ટરમાં દબદબો જાળવી રાખ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter