ધર્મસ્થાનોના સમારકામ માટે ગ્રાન્ટની યોજના

Saturday 13th December 2014 04:35 EST
 

ચાન્સેલરના ઓટમ સ્ટેટમેન્ટના ભાગરુપે ત્રીજી ડિસેમ્બરે જાહેર આ યોજના હેઠળ તમામ ધર્મોના નોંધાયેલા ધર્મસ્થાનકોને છત અને રેઈનવોટર સાધનોના આવશ્યક અને તાકીદના સમારકામ માટે ૧૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. ગ્રાન્ટ માટેની અરજી ૩૦ જાન્યુઆરી ૨૦૧૫ના મધ્યદિન સુધી કરવાની રહેશે અને માર્ચ ૨૦૧૫ના અંત સુધી ફાળવણી મંજૂર કરી દેવાશે. ડીપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ વતી નેશનલ હેરિટેજ મેમોરિયલ ફંડ દ્વારા આ યોજનાનું સંચાલન કરવામાં આવશે. આ યોજના વિશે www.nhmf.org.uk વેબસાઈટ પરની લિસ્ટેડ પ્લેસીસ ઓફ વર્શિપ રૂફ રીપેર ફંડની લિન્કમાં વધુ માહિતી મેળવી શકાશે.

ટોરી પાર્ટીને Ukipથી વધુ નુકસાન

લંડનઃ બ્રિટનની ૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં નાઈજેલ ફરાજના નેતૃત્વ હેઠળની યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી દ્વારા લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીને વધુ નુકસાન કરશે તેમ બ્રિટિશ ઈલેક્શન સ્ટડી નામના નવા અભ્યાસના તારણો જણાવે છે. એકેડેમિક અભ્યાસ અનુસાર આગામી સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને વફાદાર એવા આશરે ૨૦ લાખ મતદાર યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટીની તરફેણ કરી શકે છે. ૩૦,૦૦૦ મતદારના સર્વે પર આધારિત વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૦માં કુલ ૧૦ મિલિયન મતદારોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થન આપનારા પાંચમાંથી એક મતદાર Ukipને મત આપી શકે છે. બીજી તરફ, વર્કિંગ ક્લાસના મતદારોએ પણ ન્યુ લેબર પાર્ટી છોડીને Ukip નું શરણ લીધુ છે. કટ્ટર કન્ઝર્વેટિવ સમર્થકો પણ પાર્ટીથી વિમુખ થઈ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter