લંડનઃ ગેરમાર્ગે દોરીને વાહનચાલકોને કારની લોન આપવાના કેસમાં વાહનમાલિકોને વળતર ચૂકવવાના અદાલતના ચુકાદાના પગલે લેન્ડર્સે બિલિયનો પાઉન્ડ ચૂકવવા પડશે પરંતુ તેની અસર નવી કાર ખરીદનારા પર પડશે તેવી ચેતવણી ડીલરશિપોએ ઉચ્ચારી છે.
વળતર માટે બે મિલિયન કરતાં વધુ વાહનમાલિકો દાવો કરી ચૂક્યાં છે. ઇન્ડિપેન્ડન્ટ મોટર ડીલર્સ એસોસિએશને જણાવ્યું છે કે અદાલતનો ચુકાદો નવી કાર ખરીદનારા માટે હોનારત સાબિત થશે કારણ કે લેન્ડર્સ માર્કેટમાંથી જ દૂર થઇ જશે.
ટ્રેડ ગ્રુપના પ્રમુખ ઉમેશ સામાણીએ જણાવ્યું હતું કે, ક્યાંકથી નાણા લાવવા પડશે. ફાઇનાન્સ કંપનીઓ વળતર ચૂકવવાના નાણા ક્યાંથી લાવશે. મને લાગે છે કે કેટલીક ફાઇનાન્સ કંપનીઓ માર્કેટ જ છોડી દે તેવું બની શકે. જેના પગલે ગ્રાહકો માટેના વિકલ્પો મર્યાદિત બની શકે છે.
ગયા મહિનામાં કોર્ટ ઓફ અપીલે 3 ગ્રાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેમનો આરોપ હતો કે તેમને ક્લોઝ બ્રધર્સ અને ફર્સ્ટરેન્ડ બેન્ક દ્વારા ગેરમાર્ગે દોરીને કાર ફાઇનાન્સ અપાયું હતું.
ડીઝલ એમિશન સ્કેન્ડલઃ હજારો કાર પરત લેવાય તેવી સંભાવના
પ્રદૂષણના મામલામાં આચરાયેલા કૌભાંડ અંતર્ગત સરકાર દ્વારા ચાલી રહેલી તપાસમાં હજારો કારને પરત લેવાય તેવી સંભાવના છે. 11 ઉત્પાદકો અને 20 બ્રાન્ડ અંતર્ગત વેચાયેલા 47 કારના મોડેલ મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ ફેલાવતા હોવાની શંકા છે.