લંડનઃ અવંતી હાઉસ સેકન્ડરી સ્કૂલ ખાતે આધુનિક વિદેશી ભાષા વિભાગના વડા નીતુ સાધવાનીને વર્ષ 2024 માટેના ટીઇએસ એવોર્ડમાં સબ્જેક્ટ લીડ ઓફ ધ યર કેટેગરીમાં નોમિનેટ કરાયાં છે. ટીઇએસ એવોર્ડ્સને એજ્યુકેશન સેક્ટરના ઓસ્કાર પુરસ્કાર તરીકે ગણવામાં આવે છે. યુકેની શ્રેષ્ઠ શાળાઓ અને શિક્ષકોને પુરસ્કૃત કરીને સન્માનિત કરાય છે.
સ્ટેનમોર સ્થિત અવંતી હાઉસ સેકન્ડરી સ્કૂલ એકમાત્ર હિન્દુ શાળા છે જેની મિડલસેક્સમાંથી પસંદગી કરાઇ છે. નીતુ સાધવાની 2015થી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે અને આધુનિક વિદશી ભાષાઓ માટેના હેરો કોલેજિયેટનું નેતૃત્વ કરે છે.
સાધવાની કહે છે કે બેસ્ટ સબ્જેક્ટ લીડ ઓફ યર કેટેગરીમાં નોમિનેટ થવા માટે ઘણું ગૌરવ અનુભવી રહી છું. છેલ્લા 17 વર્ષના શિક્ષણ કાર્ય દ્વારા મેં મારા વિદ્યાર્થીઓમાં ભાષાઓ પ્રત્યેની ઉત્સુકતા વધારવા પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે.
આ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત 21મી જૂને લંડનની ગ્રોસવેનોર હોટલ ખાતે આયોજિત સમારોહમાં કરાશે.