લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે સંકેત આપ્યો છે કે જે યુવાઓ નેશનલ સર્વિસનો ઇનકાર કરશે તેમને ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો ફાઇનાન્સથી વંચિત રહેવું પડશે. 18 વર્ષના તમામ યુવાઓ માટે ફરજિયાત નેશનલ સર્વિસ માટેની કન્ઝર્વેટિવ નીતિ અનુસાર તેમાં ભાગ લેવાનો ઇનકાર કરનારાને કેવા પ્રતિબંધોનો સામનો કરવો પડશે? તેવા સવાલના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેમને ડ્રાઇવિંગ લાયસન્સ, ફાઇનાન્સ અથવા તો તે પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
શું તેનો અર્થ એ થયો કે તેમને બેન્ક કાર્ડ પણ જારી નહીં કરાય? તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, સમગ્ર યુરોપમાં આ માટેના વિવિધ મોડેલ અમલમાં છે.