લંડનઃ ઓછા માર્જિનથી પરાજિત થયેલા ઉમેદવારોમાં પીઢ કન્ઝર્વેટિવ નેતા શૈલેષ વારાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 20 વર્ષથી નોર્થવેસ્ટ કેમ્બ્રિજશાયર મતવિસ્તારના સાંસદ રહેલા શૈલેષ વારાને ફક્ત 22 વર્ષના લેબર ઉમેદવાર સેમ કાર્લિંગે ફક્ત 39 મતથી પરાજિત કર્યા હતા.
સેમ કાર્લિંગે તેમના વિજયને રાજકીય ભૂકંપ સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમા મારા મતવિસ્તારના લોકે મારો સંદેશ સાંભળીને બદલાવ આણ્યો છે.
શૈલેષ વારાએ જણાવ્યું હતું કે, નજીવા માર્જિનથી મળેલા પરાજયના કારણે હું હતાશ થયો છું. આ વિસ્તારની છેલ્લા 20 વર્ષ સેવા કરવાની તક મળ્યાનો મને આનંદ છે.
રિકાઉન્ટિંગ બાદ જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં લેબર ઉમેદવાર સેમ કાર્લિંગને 14,785 મત, કન્ઝર્વેટિવ ઉમેદવાર શૈલેષ વારાને 14,746 મત, રિફોર્મ યુકેના ઉમેદવાર સિડલો જેમ્સ એલનને 4,741 મત, લિબરલ ડેમોક્રેટના ઉમેદવાર સ્મિથ બ્રિજેટને 3192 મત અને ગ્રીન પાર્ટીના ઉમેદવાર ટોંગ ઇલિયટ એલિસ્ટરને 2960 મત પ્રાપ્ત થયાં હતાં.
સેમ કાર્લિંગ – લેબર ઉમેદવાર – 14,785 મત
શૈલેષ વારા – કન્ઝર્વેટિવ ઉમેદવાર – 14,746 મત