લંડનઃ 6 જૂન 1944ના રોજ જર્મનીના દળોને ફ્રાન્સમાંથી હાંકી કાઢવા માટે ગઠબંધન સેનાના 1,50,000 સૈનિકો હવાઇ અને દરિયાઇ માર્ગે નોર્મન્ડી પહોંચ્યા હતા. પશ્ચિમ યુરોપને નાઝી જર્મનોના હાથમાંથી મુક્ત કરાવવા માટે ગઠબંધન સેનાના બલિદાનોને યાદ કરવા ડી- ડેની 80મી વરસી પર આયોજિત સમારોહમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ, વડાપ્રધાન રિશી સુનાક, અમેરિકાના પ્રમુખ જો બાઇડન, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં, યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. બીજીતરફ નોર્મન્ડી ખાતેના સમારોહમાંથી વહેલા નીકળી જવા માટે વડાપ્રધાન સુનાક વિવાદમાં સપડાયા હતા અને તેમને માફી માગવાની ફરજ પડી હતી.