પાંચ વર્ષમાં આઠ લાખ લોકોને ૪૦ ટકાના ટેક્સદરમાંથી મુક્તિ

Monday 06th October 2014 05:29 EDT
 

તત્કાલીન ચાન્સેલર નાઈજેલ લોસને ૧૯૮૮માં ૬૦ પેન્સનો ઊંચો દર ઘટાડીને ૪૦ પેન્સનો દર દાખલ કર્યો ત્યારે ૧૫માંથી માત્ર એક વ્યક્તિને તે લાગુ પડતો હતો. આજે દર છમાંથી એક વ્યક્તિને અથવા તો આશરે ચાર મિલિયન વર્કરને લાગુ પડે છે. ગત ચાર વર્ષના ગાળામાં આ સંખ્યા પણ વધી છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીનો અંદાજ છે કે વર્તમાન ૪૧,૬૮૫ પાઉન્ડની મર્યાદા ફૂગાવા સાથે વધતી જશે તો બે દાયકામાં દર ત્રણમાંથી એક વર્કરને તે લાગુ પડશે.

પર્સનલ ટેક્સ એલાઉન્સ વધારીને ૧૨,૫૦૦ પાઉન્ડ કરવામાં આવે તો પણ ઓછી આવક ધરાવતાં દસ લાખ લોકો ટેક્સમર્યાદામાંથી બહાર નીકળી જશે અને ૩૦ મિલિયન લોકોને વર્ષે ૫૦૦ પાઉન્ડ સુધીની કરરાહત મળશે. ડેવિડ કેમરને કહ્યું હતું કે લઘુતમ વેતનના ધોરણે પ્રતિ સપ્તાહ ૩૦ કલાક કામ કરનારા લોકોને એક પેની પણ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter