ઇંગ્લેન્ડમાં આ પિતા-પુત્રની બેલડી કાયમ સમાચારોમાં ચમકતી રહે છે. ૭૨ વર્ષના ક્રિસ અને તેમનો ૩૧ વર્ષનો પુત્ર સેમ મિલફોર્ડ ઐતિહાસિક ઇમારતોના જિર્ણોદ્ધારનું કામ કરે છે. ખાસ વાત એ છે કે, નાનું-મોટું કોઇ પણ કામ હોય, કે પછી ગમેતેવું જોખમી કામ પિતા-પુત્રીની જોડી સાથે મળીને આ કામ પૂરું કરે છે. ૩૧૫ ફૂટની ઊંચાઇ પર ૨૬૪ વર્ષ જૂની વેધરક્લોક કાઢવામાં ક્રિસ અને સેમને ૯ કલાકનો સમય લાગ્યો હતો. ક્રિસ કહે છે કે, પુત્ર સાથે હોવાથી તેમને એક તાકાત મળે છે, જુસ્સો મળે છે, તો સેમ કહે છે કે, પિતા સાથે હોવાથી તેનો આત્મવિશ્વાસ વધી જાય છે.