પિતા-પુત્રે બદલો લેવા અમેરિકાથી ભાડૂતી હત્યારી મહિલાને બોલાવી

Tuesday 18th June 2024 11:56 EDT
 
 

લંડનઃ 2018માં એક જ્વેલરી સ્ટોર ખાતે થયેલી મારામારીનો બદલો લેવા એક પિતા-પુત્રે હત્યા માટે અમેરિકાથી ભાડૂતી હત્યારી મહિલાને બોલાવી હતી. હત્યાના પ્રયાસ માટે આ બંનેને આજીવન કેદની સજા થાય તેવી સંભાવના છે. 56 વર્ષીય મોહમ્મદ અસલમ અને 30 વર્ષીય મોહમ્મદ નઝિરે અસલત માહમૂદ અથવા તો તેના પરિવારના કોઇ સભ્યની હત્યા કરવા માટે શિકાગોની એમી બેટ્રોને કિલિંગ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે એમી અસલત માહમૂદના દીકરા સિકંદર અલીની હત્યા કરવામાં નિષ્ફળ રહી હતી. ડર્બીમાં રહેતા નઝિર અને અસલમ પર હત્યાના કાવતરા અને શસ્ત્ર રાખવાના આરોપ મૂકાયા હતા. ગયા સપ્તાહમાં અદાલતે તેમને હત્યાનું કાવતરું ઘડવા માટે દોષી ઠેરવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter