પીટર ડેવિસનો પર્યાવરણપ્રેમ

Monday 10th June 2024 11:59 EDT
 
 

કોઈ વ્યકિતને પાડોશી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે, ‘તમારા ઝાડની ડાળીઓ અમને નડે છે...’ ત્યારે, મોટા ભાગે આપણને સાંભળવા મળતું હોય છે કે, તમારી વાત સાચી છે, આ ઝાડ આમ પણ અમારે કપાવવું જ હતું. અને બસ, પછી વર્ષોથી છાંયડો આપનાર એ વૃક્ષને ધરાશાયી કરી નાંખવામાં આવે છે. જોકે, આપણા બ્રિટનના જ નોર્ફોકમાં રહેતા પીટર ડેવિસ નામના 72 વર્ષના વડીલે પર્યાવરણ જાળવણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. તેના ઘરમાં 30 ફૂટનો વિશાળ ઘેરાવો ધાવતું દેવદારનું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ એટલું તો મોટું છે કે, તેને ‘ધ બિગ ફેલા’નું હુલામણું નામ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાંથી પસાર થતી બસોને પણ તે નડતું હોવાથી અનેક ફરિયાદો કરવામાં આવી હતી. જોકે પર્યાવરણપ્રેમી પીટર તેને કપાવવા માંગતા નહોતા. આથી તેમણે વચલો રસ્તો કાઢ્યો. આ વિશાળ વૃક્ષનું એ રીતે ટ્રીમીંગ કરાવ્યું કે ઝાડ જેમનું તેમ રહે, અને ઘર પાસેથી પસાર થતાં બસ જેવા વિશાળ વાહનોને નડે પણ નહીં. પીટર ડેવિસ આ વૃક્ષને બચાવવા માટે વર્ષેદહાડે લગભગ 525 પાઉન્ડનો ખર્ચો કરે છે. પીટર ડેવિસ કહે છે કે મારા પડોશીઓ તો ધ બિગ ફેલાના નામે જાણીતા આ ‘હેલ્મેટ’ ટ્રીને ધિક્કારે જ છે, પરંતુ મેં તેને ધરમૂળથી કાપી નાંખવાનો પ્રયાસ કર્યો નથી. અનોખી રીતે ટ્રીમ કરાયેલા આ વૃક્ષ સાથે સેલ્ફી લેવા માટે દૂર દૂરથી અનેક પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter