યુકેમાં ૧૯૭૦વી દાયકામાં ફાઈનાન્સિંગ અને ઈન્સ્યુરન્સ સેક્ટરમાં નામના હાંસલ કરનારા બિઝનેસમેન વી. એમ. પટેલનું ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ યુએસએમાં નિધન થયું છે. તેઓ ૭૬ વર્ષના હતા.
તેઓ અસ્વસ્થ હતા અને પાઈલ્સના નાના ઓપરેશન પછી કિડનીમાં ઈન્ફેક્શનના કારણે એક સપ્તાહ અગાઉ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ડાયાબીટીસની પણ તકલીફ હતી. તેમના અંતિમ સમયે પરિવાર તેમની સાથે જ હતો.
વી. એમ. પટેલનો જન્મ ૧૯૩૯ની ૨૦મી ડિસેમ્બરે કરમસદ (ગુજરાત)માં થયો હતો. તેમણે જીવનના ઘડતરના ૧૯૪૯થી ૧૯૫૯ સુધી વર્ષો કિસુમુ (કેન્યા)માં વીતાવ્યા હતા. લગ્ન કર્યા પછી નસીબ અજમાવવા તેઓ ૧૯૬૬માં યુકે આવ્યા હતા. તેમનો પ્રારંભિક સમય સંઘર્ષમય હતો. તેમણે નિર્વાહ માટે એક ફેક્ટરીમાં કામ કર્યા પછી ઈન્સ્યુરન્સ સેક્ટરમાં આવ્યા હતા અને ૧૯૭૧માં લાઈફ ઈન્સ્યુરન્સમાં શરૂઆત કરી હતી.
આ પછી તેમણે યુનિક ઈન્સ્યુરન્સ એન્ડ ફાઈનાન્સ (જનરલ, લાઈફ ઈન્સ્યુરન્સ અને ફાઈનાન્સિંગ) નામે પોતાની કંપની શરૂ કરી હતી અને લંડન તથા સમગ્ર યુકેમાં નામનાપ્રાપ્ત સ્થાન જમાવ્યું હતું.
તેઓ ૧૯૯૧માં સ્થળાંતર કરીને યુ.એસ.એ ગયા હતા. તેમણે ૨૦૦૨માં ઓર્લેન્ડો (ફ્લોરિડા)માં યુનિવર્સલ મોર્ગેજ એન્ડ ફાઈનાન્સિયલ કંપનીની સ્થાપના કરી હતી.
વી. એમ. પટેલ સામાજિક રીતે અને કોમ્યુનિટીના કાર્યક્રમોમાં ઘણા સક્રિય હતા. તેઓ પ્રમુખસ્વામી મહારાજના અનુયાયી હતા અને BAPS સ્વામીનારાયણ મંદિર સાથે સક્રિયપણે સંકળાયેલા હતા.
ઈશ્વર તેમના આત્માને શાતિ અને અને તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
સંપર્કઃ વી. એમ. પટેલ (નિવાસસ્થાન)નો નંબર: 001-407 574 4675
જયેશ (પુત્ર): 407 467 2022
જયેશનો ઈમેઈલ: [email protected]
નીરજ (બીજા પુત્ર)નો ઈમેઈલ: [email protected]