લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે સંસદમાં વિપક્ષના નેતાપદનો ત્યાગ કર્યાના એક દિવસ બાદ ગુરુવારે પત્ની અક્ષતા સાથે લેસ્ટરમાં દિવાળીની ઉજવણી કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ઉજવણીની તસવીર પોસ્ટ કરતાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું સમગ્ર યુકે અને વિશ્વમાં ઉજવણી કરી રહેલા લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. લેસ્ટરમાં સાંસદ શિવાની રાજા સાથે દિવાળીની ઉજવણી કરતાં હું અને અક્ષતા આનંદ અનુભવી રહ્યાં છીએ.