લંડનઃ સાઉથ લંડનમાં એમએન્ડએસ ખાતે થયેલી ચોરીનો કેસ ઉકેલવામાં મેટ પોલીસ નિષ્ફળ રહ્યાં બાદ આ કેસ પ્રાઇવેટ પોલીસને સોંપાતા તેમણે તપાસ કરીને રીઢા ચોર 44 વર્ષીય ડેવિડ હડસનને ઝડપી લીધો હતો. પ્રાઇવેટ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં પહેલીવાર કોઇ અપરાધીને જેલની સજા કરાઇ છે. અગાઉ ચોરીના અપરાધ માટે 105 વાર દોષી ઠરી ચૂકેલા ડેવિડને ટીએમ આઇ પ્રાઇવેટ પોલીસ કંપનીના બે ડિટેક્ટિવ દ્વારા ઝડપી લેવાયો હતો. ટીએમ આઇની સ્થાપના સ્કોટલેન્ડ યાર્ડના પૂર્વ ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર દ્વારા કરાઇ છે.